તાજેતરમાં જ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા “રોજગાર દિવસ” નિમિત્તે સમગ્ર રાજ્યના ઉમેદવારોને રોજગાર મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે “અનુબંધમ વેબ પોર્ટલ” અને એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં રોજગારવાંચ્છુ ઉમેદવાર ઘરે બેઠા https://anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકશે. ઉમેદવાર સરળ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા રજિસ્ટ્રેશન કરી પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઈઝ નોકરી શોધી શકશે.
આ વેબપોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહશે. તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને આ અંગે વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નં.૪, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, વ્યારા-તાપી હેલ્પલાઇન નં-૬૩૫૭૩-૯૦૩૯૦ પર સંપર્ક કરવા તથા વેબપોર્ટલ ઉપર વધુમાં વધુ જોબસિકર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા રોજગાર અધિકારી એન.ડી.ભીલ, તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500